સોશિયલ મીડિયામાં ચારેય બાજુ ભાગેડુ દેવાયત ખવડની જ ચર્ચાઓ ચાલી રહી છે. દેવાયત ખવાડી પોતાના બે સાથીદારો સાથે મળીને રાજકોટમાં મયુર સિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યાર પછી આખા ગામના ખોબા ઉપાડવાની વાતો કરનાર દેવાયત ખવડ પોતાના ઘરે તાળું મારીને ભાગી ગયો હતો.
જ્યારે મયુરસિંહ રાણાના પરિવારજનોએ PMOમાં પત્ર લખ્યો ત્યારે દેવાયત ખવડને રેલો આવી ગયો અને તે સામેથી આવીને પોલીસ સમક્ષ રજૂ થઈ ગયો હતો. તેના બીજા દિવસે અન્ય બે આરોપીઓ પણ સામેથી આવીને પોલીસ સમક્ષ રજૂ થઈ ગયા હતા. ત્યાર પછી લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને અન્ય બે સાથીદારોના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
આજરોજ બે દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. ત્યારે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટમાં પોલીસ દ્વારા આરોપીઓની વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી. જેથી હવે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા છે. હવે આરોપી દેવાયત ખવડ અને તેના બે સાથીદારોને જેલમાં જવું પડશે.
તો હવે આગળ જોવાનું રહ્યું કે દેવાયત ખવડ સાથે શું થશે.? શું આરોપી દેવાયત ખવડ જેલમાં બેઠો બેઠો ડાયરા કરશે..? દેવાયત ખવડ ડાયરામાં બોલતો હોય છે કે FIRના ઢગલા થઈ જાય તો પણ મૂંઝાવાનું ન હોય, થોડાક દિવસો પહેલા એ જ દેવાયત ખવડ ખાલી એક FIR થતાં ઘરે તાળું મારીને દસ દિવસ માટે ફરાર થઈ ગયો હતો.
છેવટે દસ દિવસ બાદ દેવાયત ખવડે સામેથી આવીને પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. જ્યારે દેવાયત ખવડને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો ત્યારે તેનો એક વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં દેવાયત ખવડ હસતા મોઢે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
હવે હસતા મોટી પોલીસ સ્ટેશનમાં હાજર થનાર દેવાયત ખવડનું મોઢું પડી ગયું છે. કોર્ટમાં આજરોજ પોલીસે રિમાન્ડની માંગ ન કરી જેના કારણે આરોપી દેવાયત ખવડ અને તેના અન્ય બે સાથીદારોને જેલ ભેગા કરવામાં આવ્યા છે.