IPL 2023 નું ટાઇમટેબલ થયું જાહેર, લાઇવ મેચ જોવા માટે કરવું પડશે આ કામ

Rate this post

તમામ ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝન શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમની આતુરતાનો અંત આવી ગયો છે, આગામી સિઝનના સમગ્ર ટાઇમટેબલની જાહેરાત થઇ ચુકી છે અને તેની માહિતી IPLની સત્તાવાર વેબસાઇટ પર કરી દેવામાં આવી છે.

આગામી IPL 2023ની શરુઆત 31 માર્ચથી થશે.આઈપીએલની પ્રથમ મેચ ગયા વર્ષના વિજેતા ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ વચ્ચે યોજાશે. 12 સ્ટેડિયમમાં કુલ 74 મેચો રમાશે.

IPL 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ 16મી સિઝનની શરૂઆતની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. ટૂર્નામેન્ટની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે અને છેલ્લી લીગ મેચ 21 મેના રોજ રમાશે.

જોકે, BCCIએ હજુ સુધી IPL 2023ની પ્લેઓફ મેચોની તારીખો જાહેર કરી નથી. ગ્રુપ સ્ટેજની મેચો 21 મે સુધી યોજાશે. જ્યારે ટાઇટલ માટેની મેચ 28 મેના રોજ રમાશે. આ દરમિયાન ચાહકોને 18 ડબલ હેડર જોવા મળશે.

ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે. સાંજની મેચો સાંજે 7.30 વાગ્યાથી રમાશે જ્યારે બપોરની મેચો 3.30 વાગ્યાથી રમાશે.

10 ટીમની ટુર્નામેન્ટ

સ્ટાર સ્પોર્ટ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી સિઝનના શેડ્યૂલની જાહેરાત કરી છે. 10 ટીમોની આ ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત, શેડ્યૂલનું લાઇવ સ્ટ્રીમિંગ JioCinemaમાં કરવામાં આવ્યું હતું. IPL 2023માં કુલ 74 મેચો રમાશે. પ્રથમ લીગ રાઉન્ડમાં તમામ 10 ટીમો 14-14 મેચ રમશે. આ રીતે લીગ રાઉન્ડમાં કુલ 70 મેચો રમાશે.

ત્યારબાદ પ્લેઓફની ચાર મેચ રમાશે. આ રીતે ટુર્નામેન્ટમાં કુલ 74 મેચો રમાશે. IPL 2023નું આયોજન ભારતમાં જ થશે. તમામ મેચો દેશભરમાં કુલ 12 મેદાનો પર રમાશે. લીગ તબક્કામાં એક ટીમ તેના હોમ ગ્રાઉન્ડમાં સાત મેચ અને વિરોધી ટીમના હોમ ગ્રાઉન્ડમાં સાત મેચ રમશે.

બીસીસીઆઇએ પહેલા વૂમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પહેલી સિઝનના શિડ્યૂલનું એલાન થોડાક દિવસો પહેલા જ કર્યુ હતુ, મહિલા પ્રીમિયર લીગની સિઝનની પહેલી મેચ 4 માર્ચે રમાશે, વળી, ફાઇનલ મેચ 26 માર્ચે રમાશે. આ પછી આઇપીએલની સિઝનની શરૂઆત થશે.

આઇપીએલની 16મી સિઝન વધુ રોમાંચક અને મનોરંજક બનવાની છે. જેમાં મિની ઓક્શન દરમિયાન કેટલીય ટીમોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબની કેપ્ટનશીપ જ્યાં અનુભવી બેટ્સમેન શિખર ધવનને સોંપવામાં આવી છે.

તો વળી, ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં બેન સ્ટૉક્સ રમતો દેખાશે.  ગઇ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને લખનુ સુપર જાયન્ટ્સની ટીમ આઇપીએલમાં જોડાતા લીગની ટીમની સંખ્યા વધી ગઇ હતી.

સેમ કરન મિની ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો

આગામી સિઝન માટે મિની ઓક્શનમાં સૌથી મોંઘી બોલી ઈંગ્લેન્ડ ટીમના ઓલરાઉન્ડર સેમ કરન માટે લગાવવામાં આવી હતી. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે 18.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

આ પછી ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી કેમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

ભોજપુરીની સાથે સાથે પંજાબી અને ગુજરાતીમાં પણ મળશે આઇપીએલની મજા

આઇપીએલ 2023ની શરૂઆત આગામી 1 એપ્રિલથી થઇ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી આઇપીએલ ઓક્શન 2023 નું આયોજન થયુ હતુ, આઇપીએલની 2023ની સિઝન માટે લગભગ તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે.

સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક આઇપીએલની ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ પાર્ટનર બાયૉકમ18 છે. આ વખતે વાયકૉમ18 એ કંઇક અલગ કરવાનો ફેંસલો કર્યો છે. ખરેખરમાં વાયકૉમ18 પર આઇપીએલ 2023 ફેન્સ 11 ભાષાઓમાં જોઇ શકશે.

આ ભાષાઓમાં ભોજપુરી, પંજાબી અને ગુજરાતી જેવી ભાષાઓ સામેલ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ ઇતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે આઇપીએલ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ભોજપુરી ભાષામાં ફેન્સ જોઇ શકશે.

લાઇવ સ્ટ્રીમિંગ પાર્ટનર વાયકૉમ18નો મોટો ફેંસલો – 
આઇપીએલની મેચોને અત્યાર સુધી હિન્દી અને અંગ્રેજી સહિત છ ભાષાઓમાં બ્રૉડકાસ્ટ કરવામાં આવતી હતી, પરંતુ આઇપીએલ મેચોનું સ્ટ્રીમિંગનું એલાન કરીને બહુજ મોટો ફેંસલો કર્યો છે.

ખરેખરમાં, આંકડા બતાવે છે કે, હિન્દી બાદ ભોજપુરી ભારતમાં બોલાનારી સૌથી મોટી ભાષા છે. ભોજપુરી ઉપરાંત પંજાબી અને ગુજરાતી જેવી ભાષાઓ સામેલ છે. સ્પૉર્ટ્સ18એ આ વર્ષે પહેલા જ જિઓ સિનેમા પર ફ્રી લાઇવ સ્ટ્રીમ કરવાની જાહેરાત કરી છે.

લાઇવ બ્રૉડકાસ્ટ અને સ્ટ્રીમિંગ માટે અલગ અલગ મીડિયા પાર્ટનર – 
આ વર્ષે આઇપીએલમાં પહેલીવાર બનશે કે જ્યારે બે અલગ અલગ મીડિયા પાર્ટનર હશે. આઇપીએેલની લાઇવ મેચોનું પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક કરશે, વળી, મેચનું લાઇવ સ્ટ્રીમિંગ વાયકૉમ18 કરશે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સ્ટ્રીમિંગ પાર્ટનર આ વર્ષે જાહેરખબર દાતાઓને લોભાવવા માટે અલગ અલગ રણનીતિ બનાવી રહી છે. જાહેરાત ઇન્પ્રેશન આધારિત ઇન્વેન્ટ્રીને વેચવાના બદલે વાયકૉમ18 પોતાની ઇન્વેન્સ્ટ્રીને ઠીક તે જ રીતે વેચવાની યોજના બનાવી રહી છે જેવી રીતે ટીવી પર વેચવામાં આવે છે.

Owner, Founder and Cheif Editor of FACTJOURNO MEDIA LLP. He experience in digital Platforms from 7 years." Contact: [email protected]

Sharing Is Caring:

Leave a Comment