રાજસ્થાનના ઉદયપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક તાંત્રિકે મેલીવિદ્યા દરમિયાન એક પરિણીત પુરુષ અને તેની પ્રેમિકાને તેની સામે સંબંધ બાંધવાનું કહ્યું હતું. બંનેએ તેના કહેવા પ્રમાણે જ કરવાનું શરૂ કર્યું, આ દરમિયાન તાંત્રિકે બંનેના શરીરને ફેવીક્વિક લગાવીને ચોટાડી દીધા.
જે બાદ પ્રેમી અને તેની પ્રેમિકાની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. તાંત્રિક અહીં જ ન અટક્યો તેણે બંનેના પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાખ્યા. પોલીસે તાંત્રિકની ધરપકડ કરી છે.
આ ઘટના ઉદયપુરના ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સરકારી શિક્ષક રાહુલ મીના (30) અને તેની ગર્લફ્રેન્ડ સોનુ કુંવર (28)ના મૃતદેહ અહીં કેલાબાવાડીના જંગલોમાં નગ્ન હાલતમાં મળી આવ્યા હતા. માહિતી મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં લગભગ 200 લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને નજીકના 50 સ્થળોના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે.
ઉદયપુરના એસપી વિકાસ કુમારે જણાવ્યું કે બંને મૃતકો પરિણીત હતા અને મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું લાગી રહ્યું છે. તાંત્રિકની ઓળખ ભાલેશ કુમાર તરીકે કરવામાં આવી છે, જેણે પૂછપરછ દરમિયાન કથિત રીતે ડબલ મર્ડરની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં મળેલા પુરાવાના આધારે, શંકાસ્પદ તાંત્રિક ભાલેશ કુમાર, s/o ગણેશલાલ જોશીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જેમણે પૂછપરછમાં હત્યાના ગુનાની કબૂલાત કરી છે.
યુવકની પત્નીએ તાંત્રિકની મદદ લીધી
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, છેલ્લા 7-8 વર્ષથી તાંત્રિક ભાલેશ કુમાર ભાડવી ગુડાના ઇચ્છાપૂર્ણ શેષનાગ ભાવજી મંદિરમાં રહીને લોકોને તેમની પરેશાનીઓમાંથી મુક્તિ અપાવવા માટે તાવીજ બનાવતો હતો. મૃતક રાહુલ મીના અને સૌનુ કુંવરના સંબંધીઓ આ મંદિરે આવતા હતા.
આ દરમિયાન રાહુલ અને સોનુ વચ્ચે નિકટતા વધી હતી. સોનુ કુંવર વિશે રાહુલ મીનાની પત્નીને ખબર પડી. જે બાદ પતિ-પત્ની વચ્ચે રોજ ઝઘડા થતા હતા. રાહુલની પત્ની કંટાળી ગઈ હતી અને તાંત્રિકની મદદ લેવા આવી હતી અને તાંત્રિકને તેમના અવૈધ સંબંધો વિશે બધું કહ્યું હતું. જે બાદ તાંત્રિકે પોતે રાહુલની ગર્લફ્રેન્ડ સોનુ કુંવર સાથે નિકટતા વધારી હતી.
અપશબ્દોના કારણે તાંત્રિકે હત્યાનું કાવતરું ઘડ્યું હતું
આ પછી, રાહુલ અને સોનુએ તાંત્રિકને ધમકાવવાનું શરૂ કર્યું અને તેને માનતા ભક્તોમાં તેનું નામ બદનામ કરવાનું કહ્યું. આ ડરના કારણે તાંત્રિકે બંનેની હત્યા કરવાનું વિચાર્યું. આ માટે તેણે બજારમાંથી લગભગ 50 ફેવીક્વિક પાઉચ ખરીદ્યા અને તેને બોટલમાં ભરી દીધા.
તાંત્રિકે તેની સામે સંબંધ બાંધવાનું કહ્યું પછી બંનેની હત્યા કરી નાખી
ઘટનાના દિવસે 15 નવેમ્બરની સાંજે તાંત્રિક રાહુલ અને તેની પ્રેમિકાને જાદુ-ટોણાના બહાને ગોગુંડા વિસ્તારમાં એકાંત જંગલમાં લઈ ગયો અને તેની સામે સેક્સ માણવાનું કહ્યું. બંને પ્રેમી-પ્રેમિકા તેના કહેવા પ્રમાણે કરવા લાગ્યા. જે બાદ તેણે બંને પર ફેવીક્વિકની બોટલ ઠાલવી દીધી હતી.
પ્રેમી યુગલ કંઈક સમજી શકે ત્યાં સુધીમાં તેઓ ખરાબ રીતે ચીપકી ગયા હતા અને અલગ થવાના પ્રયાસમાં બંનેની ચામડી ઉખડી ગઈ હતી. બીજી તરફ તાંત્રિક ભાલેશે યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો અને યુવતીના પ્રાઈવેટ પાર્ટ પર પણ હુમલો કર્યો હતો. ત્યાર બાદ બંનેની હત્યા કરીને તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી હતી.