Virat Kohli RCB: IPL 16 ની છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સના હાથે હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગયું છે.
આ પછી હવે જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે RCBના ફેન્સને ચોંકાવી શકે છે. અહેવાલ છે કે બેંગ્લોર માટે 237 મેચ રમી ચૂકેલા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હવે ફ્રેન્ચાઈઝીને અલવિદા કહેવાનું વિચારી રહ્યા છે.
તેની પાસે આઈપીએલની બીજી ઘણી ટીમો તરફથી ઓફર છે, પરંતુ એક એવી ફ્રેન્ચાઈઝી છે જેના પર વિરાટ કોહલી મહોર મારી શકે છે.
2008થી Virat Kohli RCB સાથે છે
આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. ત્યારથી Virat Kohli RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) તરફથી IPL રમી રહ્યો છે. 2011માં વિરાટ કોહલીને ટીમમાં વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે જ સિઝનમાં કેપ્ટન ડેનિયલ વેટોરીની ગેરહાજરીમાં વિરાટ કોહલીએ પણ કેપ્ટનશીપ સંભાળી હતી.

આ પછી, 2013 થી 2021 સુધી Virat Kohli RCBનો ફૂલ ટાઇમ કેપ્ટન હતો. પરંતુ 2022માં તેણે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ તેમજ આઈપીએલની કેપ્ટનશીપ છોડી દીધી હતી.
વિરાટ કોહલીના નેતૃત્વમાં બેંગ્લોરે IPLમાં એકથી એક રેકોર્ડ બનાવ્યા પરંતુ દરેક ટુર્નામેન્ટમાં દરેક ટીમ માટે જે મહત્વનું અને સપનું હોય છે, ‘ટ્રોફી’… તે RCBના નસીબમાં આવી શક્યું નથી.
જેના માટે વિરાટ કોહલી વર્ષોથી ઝઝૂમી રહ્યો છે. આ વખતે પણ બેંગલોરના પ્લેઓફમાંથી બહાર થયા બાદ તેની આંખોમાં આંસુ સ્પષ્ટ જોવા મળ્યા હતા, જે સાબિત કરે છે કે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કેવી રીતે ટ્રોફી માટે તડપતો હોય છે.
IPLમાં 237 મેચમાં 7263 રન બનાવનાર વિરાટ કોહલી માત્ર રન બનાવવાના મામલે જ નહીં પરંતુ સદીના મામલે પણ સૌથી આગળ છે. તેણે IPLમાં કુલ 7 સદી ફટકારી છે.
તાજેતરમાં, IPL 2023 ની છેલ્લી લીગ મેચમાં, તેણે ગુજરાત સામે IPL કારકિર્દીની 7મી સદી ફટકારીને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. પરંતુ આ મેચમાં બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો હતો અને પરિણામે વિરાટની સદી છતાં બેંગ્લોર પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું હતું.
Virat Kohli RCB છોડીને CSKમાં જોડાશે
IPLની 16 સીઝન સુધી બેંગ્લોર તરફથી રમી ચૂકેલા વિરાટ કોહલી હવે ફ્રેન્ચાઇઝી છોડવાની યોજના બનાવી રહ્યા છે. વિરાટને ઘણી આઈપીએલ ફ્રેન્ચાઈઝી તરફથી ઓફર મળી રહી છે, પરંતુ તે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાઈ શકે છે.
વાસ્તવમાં, ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની કરી રહ્યા છે, તેણે સંકેત આપ્યો છે કે આ સીઝન એક ખેલાડી તરીકે તેની આઈપીએલ કારકિર્દીની છેલ્લી સીઝન હશે.
આ પછી CSK હવે શ્રેષ્ઠ કેપ્ટન સાથે મજબૂત ખેલાડીની શોધમાં છે, જે મહેન્દ્ર સિંહ ધોનીનું સ્થાન લઈ શકે. એમએસ ધોની અને વિરાટ કોહલી એકબીજાની ખૂબ નજીક છે. એમએસ ધોનીએ જ વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપી હતી.
હવે એવું માનવામાં આવે છે કે એમએસ ધોનીના કહેવા પર વિરાટ બેંગ્લોર છોડીને ચેન્નાઈમાં જોડાઈ શકે છે. જો કે હજી સુધી આવી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
પરંતુ જો આ સમાચારમાં થોડું પણ સત્ય છે, તો તે RCBના ચાહકો માટે ખરેખર ચોંકાવનારા સમાચાર હશે.
બીજી તરફ, વિરાટના ચાહકો માટે આ સારા સમાચાર હોઈ શકે છે, કારણ કે ઘણા પ્રશંસકો ઘણા સમયથી વિરાટ કોહલીને પીળી જર્સીમાં જોવા ઈચ્છતા હતા.
આ સાથે એમએસ ધોની અને વિરાટની જોડી ફરી એકવાર સાથે જોવા માંગે છે. એવું બની શકે છે પરંતુ વિરાટ અને ધોની મેદાનમાં સાથે રમતા જોવા નહીં મળે, જો વિરાટ મેદાનમાં હશે તો ધોની ચેન્નાઈ માટે મોટી ભૂમિકા ભજવતો જોવા મળશે.